પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં ભોગ બનનારને શોધી કાઢતી એલ.સી.બી.બોટાદ
પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં ભોગ બનનારને શોધી કાઢતી એલ.સી.બી.બોટાદ
એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી સાહેબને બાતમી મળેલ કે પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશના વિસ્તારનાં એક ૧૩ માસનુ બાળક રહે.સોમરદેવી તા.કાલોલ જી.પંચમહાલ વાળાનું તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના તતાણા ગામનો શૈલેષ ઉર્ફે કાળીયો જીવરાજભાઇ ડાભી નાઓએ અપહરણ કરેલ હોય ને અપહરણ કરી ત્યાંથી તતાણા ગામે લાવેલ હોય જે હકીકત આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરવામાં આવેલ જે દરમ્યાન માહિતી મળેલ કે આ શૈલેષ ઉર્ફે કાળીયો જીવરાજભાઇ ડાભીએ અપહરણ કરેલ બાળક પોતાના મામાના ઘરે સદર બાળક પોતાનુ હોવાનુ ખોટુ બોલી ત્યાં મુકી નાસી ગયેલ છે.જે હકીકત આધારે આરોપી શૈલેષભાઇ ઉર્ફે કાળીયાના મામાના ઘરે ઢસા ગાયત્રીનગર ખાતે આવી તપાસ કરતા સદરહુ બાળક મળી આવતા તેને એલ.સી.બી.કચેરી ખાતે લાવી તેના વાલી સાથે નો સંપર્ક કરી વાલી સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપી આપેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.