વડનગર ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નગર સ્થાપત્યો અને નગરશૈલીને ઉજાગર કરવાના હેતુસર લાઈવ સ્કેચિગનો કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નગર સ્થાપત્યો અને નગરશૈલીને ઉજાગર કરવાના હેતુસર લાઈવ સ્કેચિગનો કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર ખાતે ગત રવિવારના રોજ ગુજરાત ટુરીઝમ દ્વારા નગરના સ્થાપત્યો અને નગરશૈલીને ઉજાગર કરવાના હેતુસર લાઈવ સ્કેચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અર્બન સ્કેચર્સ, અમદાવાદની ટીમ જોડાઈ હતી અને તેઓએ વડનગરની હેરીટેજ વોક કરી હતી, જે અગાઉ ગાઈડ ટ્રેનીંગ દ્વારા તૈયાર થયેલ ગાઈડ દ્વારા કરાવવામાં આવેલ હતી, હેરીટેજ વોક બાદ તેઓએ ગ્રુપ દ્વારા નગરના વિવિધ સ્થાપત્યો તથા જીવન શૈલીને કંડારવાનું શરુ કર્યું હતું જેમાં બુદ્ધિસ્ટ મોનાસ્ટરી, શીતળા માતા મંદિર, હાથીવાળું અને ચૌટાવાળું દેરાસર, પ્રેરણા સ્કુલ, કલોકટાવર આર્ટ ગેલેરી, હાટકેશ્વર મહાદેવ મંદિર, માર્કેટ અને નગર રચના, અર્જુન બારી દરવાજો, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને પથ્થરની અને લાકડાની હવેલીઓના ચિત્રો બનાવ્યા હતા, જેનું સાંજે અતુલ્ય વારસો દ્વારા આયોજિત ટી-પાર્ટીમાં નગરના લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટી-પાર્ટી દરમિયાન વડનગરના ઘણા લોકો જોડાયા હતા અને વડનગરના વારસાને તથા વિવિધ લોકોને જોડીને કઈ રીતે આગળ વધીએ તે બાબતે તેમના અભિપ્રાય આપ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.