રાજકોટના એરપોર્ટ પોલીસના સ્ટાફે વેશપલ્ટો કરી અપહરણના ગુનામાં ફરાર આરોપી ને પંજાબથી ઝડપી લીધો
રાજકોટના એરપોર્ટ પોલીસના સ્ટાફે વેશપલ્ટો કરી અપહરણના ગુનામાં ફરાર આરોપી જીતેન્દ્રકુમાર પાસવાન (ઉ.વ.24)ને પંજાબથી ઝડપી લીધો હતો. એરપોર્ટ પોલીસને બાતમી મળેલ કે આરોપી તથા ભોગ બનનાર સગીરા બન્ને પંજાબ રાજ્યના રુપનગર ખાતે હતો જેથી, તુરંત જ પંજાબ ખાતે પોલીસ ટીમ સાથે રવાના થયા અને ત્યાં જઇ મોબાઇલ લોકેશન તથા CDR કોલ એનાલિસિસની મદદથી આરોપીના રહેણાંક વિસ્તાર પાસે જઇ ભોગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી અને ત્યાં પોલીસ કર્મચારીએ વેશપલ્ટો કરી અને ત્યાંની પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરી અતીગીચ વિસ્તારમાંથી આરોપીને પકડી તથા ભોગ બનનારને મુક્ત કરાવેલ છે અને ભોગ બનનારનું મેડીકલ ચેકઅપ કરાવી આરોપી વિરુદ્ધ પોક્સો જેવી ગંભીર કલમનો ઉમેરો કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.