બોટાદનાં ધારાસભ્યએ લઠ્ઠાકાંડનાં બનાવ ના બને તે માટે દારૂ જેવા અલ્કોહોલનાં વેચાણ પર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી
બોટાદનાં ધારાસભ્યએ લઠ્ઠાકાંડનાં બનાવ ના બને તે માટે દારૂ જેવા અલ્કોહોલનાં વેચાણ પર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ
પીવાના કારણે 2 લોકોના મોત થયા છે.જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે,ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે તેમજ બોટાદ જિલ્લા ખાતે થયેલ લઠ્ઠાકાંડમાં 70 થી વધુ લોકોના મોત થયા હતા જેનો આરોપી હાલમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે,હાલમાં જે બે લોકોના મોત થયા છે તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે એકની અંતિમ યાત્રા નીકળી હતીજેમાં ગામ હીબકે ચઢ્યું હતું બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે તો વધુમાં બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે એકબાજુ સરકાર ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે દારૂબંદી હટાવી રહી છે જયારે એક બાજુ આવા લઠ્ઠાકાંડ જેવા બનાવો બની રહ્યા છે.આવા બનાવ ફરીવખતનો બને તેવી કાયદારૂપ કડક કાર્યવાહી કરવા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.