આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્કશોપમાં જનડા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ મકવાણાનો 100 શિક્ષકોમાં થયો હતો સમાવેશ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્કશોપમાં જનડા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ મકવાણાનો 100 શિક્ષકોમાં થયો હતો સમાવેશ
તા 8/01/2024 થી તા 12/01/2024 દરમિયાન વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે,રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ હિત એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન(NCSTC),ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)પર 5-દિવસની તાલીમ/વર્કશોપનું આયોજન આવેલુ.આ વર્કશોપ માં ગુજરાત રાજ્યના પસંદગી થયેલા 100 શિક્ષકો માંથી ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ મકવાણા એ ભાગ લીધો હતો.આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન C-DAC પુણે,C-DAC હૈદરાબાદ,INTEL,DAIICT,BVM,GEC ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો આવ્યા હતા,અને AI નું બેઝિક નોલેજ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિકસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને પાયથોન જેવા વિષયો પર હેન્ડસ ઓન સેશન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે,વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતરમાં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવી હતી.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.