બોટાદ જિલ્લાના કુલ 9 આદિમ જૂથના પરિવારોના 37 લાભાર્થીઓને અપાયા લાભ - At This Time

બોટાદ જિલ્લાના કુલ 9 આદિમ જૂથના પરિવારોના 37 લાભાર્થીઓને અપાયા લાભ


બોટાદ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમે મીશન મોડમાં કામગીરી કરી અનેક યોજનાઓથી સીદી સમુદાયના લોકોને 100 ટકા લાભાન્વિત કર્યા

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બોટાદ જિલ્લાના કુલ 9 આદિમ જૂથના પરિવારોના 37 લાભાર્થીઓને અપાયા લાભ

સમગ્ર દેશમાં આદિમ જૂથના લોકો સાથે ખાસ કરીને નબળા આદિમ જૂથના કોટવાળીયા-કાથોડી લોકોને મુખ્યધારામાં લાવવાના બહુઆયામી અભિયાન પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિવિધ રાજ્યો અને જિલ્લા, તાલુકા કક્ષાએ યોજાયો હતો.જે અંતર્ગત બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં જનમન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બોટાદ જિલ્લાના 9 આદિમ જૂથના પરિવારોના 37 લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા,જિલ્લા અગ્રણી ચંદુભાઈ,મનહરભાઈ માતરીયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવ પટેલ,જિલ્લા પૂરવઠા અધિકારી પી.ટી.પ્રજાપતિસહિતનાઅધિકારીઓ-અગ્રણીઓ તેમજ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.