ચુનારાવાડમાં કળયુગી પુત્રએ પિતાને માર મારી ધક્કો માર્યો: ગંભીર હાલતમાં સારવારમાં - At This Time

ચુનારાવાડમાં કળયુગી પુત્રએ પિતાને માર મારી ધક્કો માર્યો: ગંભીર હાલતમાં સારવારમાં


ચુનારાવાડમાં કળયુગી પુત્રે પિતાને ઠોર માર મારી ધકો મારતા ગંભીર રીતે ઘવાયેલ આધેડને સારવારમાં ખસેડાયા હતા. હાલ પ્રૌઢની હાલત નાજુક હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલાસી દોડી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડમાં લાખાજીરાજ ઉદ્યોગનગર-6માં રહેતો અશોકભાઇ સોલંકી (ઉ.વ. 53) ગઇકાલે બપોરના ઘરે હતા ત્યારે પુત્ર અશ્ર્વિને કોઇ કારણોસર ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સીવીલ હોસ્પીટલે ખસેડ્યા હતા. બનાવ અંગે જાણ કરતાં થોરાળા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત ભંગારનું કામ કરે છે અને તેનો પુત્ર અશ્ર્વિન પણ ભંગારની ફેરી મારતો હોવાનું સામે આવ્યું છે તેમજ ત્રણભાઇ, બે બહેનમાં વચેટ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.