માનવ સેવા અબોલ જીવ મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ,ના સહયોથી શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મહારાષ્ટ્રના આકોલા ખાતે આદર્શ ગૌસેવા આકોલોના સહયોગથી ૨૪ મો નિઃશુલ્ક, મેગા પશુ સારવાર કેમ્પ યોજાયો ૧૫૦ થી વધુ ડોકટરોની ટીમ સેવા આપી - At This Time

માનવ સેવા અબોલ જીવ મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ,ના સહયોથી શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મહારાષ્ટ્રના આકોલા ખાતે આદર્શ ગૌસેવા આકોલોના સહયોગથી ૨૪ મો નિઃશુલ્ક, મેગા પશુ સારવાર કેમ્પ યોજાયો ૧૫૦ થી વધુ ડોકટરોની ટીમ સેવા આપી


માનવ સેવા અબોલ જીવ મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ,ના સહયોથી શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ

મહારાષ્ટ્રના આકોલા ખાતે આદર્શ ગૌસેવા આકોલોના સહયોગથી ૨૪ મો નિઃશુલ્ક, મેગા પશુ સારવાર કેમ્પ યોજાયો

૧૫૦ થી વધુ ડોકટરોની ટીમ સેવા આપી.

મુંબઈ.સમગ્ર પશ્ચિમ ભારતનો સૌથી મોટો જીવદયા કેમ્પ – ૨૦૦૦ પશુઓની સારવાર તેમજ ૯૬ લાઈવ ઓપરેશન કરાયા.
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતનાં સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું અનુસરણ કરવા શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અબોલ જીવ મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ તથા આદર્શ ગૌસેવા અકોલાનાં સહયોગથી ૨૪ મો નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પનું આયોજન મહારાષ્ટ્રનાં આકોલા ખાતે કરાયુ હતું. આ કેમ્પ દરમ્યાન આશરે ૩૦ ગામના અંદાજીત ૨૦૦૦ પશુઓને સારવારનો લાભ મળ્યો હતો. ૯૬ લાઈવ ઓપરેશન કરાયા. વેટરનરી કોલેજ તેમજ પોલીકલીનીક ના ૧૫૦ વધુ ડોકટરો તેમજ તેમજ તેમના મદદનીશોએ સેવા આપી હતી. કેમ્પનાં મુખ્ય લાભાર્થી દાતાશ્રી સ્વ. શ્રીમતી સંતીદેવી અંબાચંદજી બોકડીયા (સાંચોર), સ્વ. શ્રીમતી રતનબાઈ પુખરાજજી ચૌહાણ (ભીનમાલ), શ્રીમતી મંજુદેવી માંગીલાલજી (ભીનમાલ) રહયાં હતાં.જીવદયાનાં આ મેગા કેમ્પને શુભેચ્છા પાઠવવા માટે સમગ્ર ભારતમાંથી રાજકીય ક્ષેત્રના વિવિધ મહાનુભાવો તેમજ જીવદયાનાં શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. કેમ્પમાં માંદા પશુની સારવાર, પ્રજનન સંબંધી બીમારીની સારવાર, કૃમિનાશક ઉપચાર (ડી-વોમિંગ), રકત પરીક્ષણ સોનોગ્રાફી, શસ્ત્રક્રિયા (સર્જરી કોઈપણ પ્રકારની ગાંઠ, હરણીયા, પ્લાસ્ટીક કોથળી, આંખ, શીંગડાનું કેન્સર, હાડકાનું ફેકચર ઈત્યાદી) સહીતની સારવાર નિઃશુલ્ક કરાઈ હતી. કેમ્પમાં એક ૧૩ દિવસનું વાછરડું ૧૨૦ કિ.મી. દૂરથી પગની સર્જરી કરાવવા લઈ આવવામાં આવ્યું હતું જેની સફળ ઓપરેશન ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પશુઓને ઓપરેશન બાદ લાગનારી દવાઓ, પૌષ્ટિક આહાર સાથે દરેક ખેડૂત પશુપાલકોને અનુકંપા પેટે બે થાળી વાટકા ગ્લાસ નો સ્ટીલનો સેટ ભેંટ કરવામાં આવ્યો હતો.
સંસ્થાને દાન આપવા માટે શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, કોટક મહિન્દ્રા બેંક લી., એસવીપી શાખા, મુંબઈ-૪૦૦૦૦૪, કરન્ટ એકાઉન્ટ નં. ૨૫૧૩૧૧૭૪૧૧, આઈ.એફ.એસ.સી. કોડ-KKBKO000666 માં ડાયરેકટ બેંકમાં પણ રકમ જમા કરાવી શકો છો.
આકોલા (મહારાષ્ટ્ર) ખાતે યોજાયેલા આ મેગા, નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પને સફળ બનાવવા શ્રી જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), ભરતભાઈ મહેતા (મો.૯૩૨૨૨ ૨૨૯૨૮), હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦ ૪૩૨૭૨), સિધ્ધાર્થભાઈ (મો. ૯૮૨૦૫ ૨૩૫૬૮) તેમજ શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.