લીમ્બોદ્રા ચોકડીથી સંતરામપુર તરફ કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવતી લુણાવાડા તાલુકા પોલીસ - At This Time

લીમ્બોદ્રા ચોકડીથી સંતરામપુર તરફ કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવતી લુણાવાડા તાલુકા પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ તથા મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા પશુઓ બાબતેની પ્રવૃત્તિને સદંતર તેસ્ત નાબુદ કરવા સુચના કરતા કરેલ.

દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર ડી.કે.ઠાકર સાહેબ નાઓને બાતમી મળેલ કે લીમ્બોદ્રા ચોકડી તરફથી એક સફેદ કલરના પીક અપ વાહનમાં મૂંગા પશુઓ ભરી ગોલાના પાલ્લા ગામે થઈ સંતરામપુર તરફ કતલખાને કતલ કરવા સારુ લઈ જનાર છે તેવી બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ચાકલીયા ચોકડી ઉપર વોચમાં રહી બાતમીવાળી પીક અપ વાહનમાંથી કતલખાને લઈ જવાતા પશુઓ-૫ તથા પીક અપ ડાલુ મળી કુલ્લે રૂપિયા ૨,૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડતી પાડી ભાગી જનાર ડ્રાઈવર વિરુધ્ધ ઈ.પીકો કલમ ૨૭૯ તથા પશુ પ્રત્યેઘાતકીપણુ અટકાવવા ૧૯૬૦ ના કાયદાની કલમ ૧૧,(ડી),(ઇ), (એફ) મુજબ ગુનો નોધી આગળની કાયદેસર કાર્યવાહી કરેલ છે. તા.૧૩/૦૧/૨૦૨૪

વોન્ટેડ આરોપી:- ગાડી નં.જી.જે.૩૫ ટી ૩૩૭૫ પીક-અપ ડાલાના ચાલક. જેનું નામ ઠામ જણાયેલ નથી

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.