અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ રૂપે “ઘર ઘર અક્ષત અભિયાન” અંતર્ગત પધારેલ અક્ષત કળશ યાત્રાનું રૂપાવટી ગામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ રૂપે "ઘર ઘર અક્ષત અભિયાન" અંતર્ગત પધારેલ અક્ષત કળશ યાત્રાનું રૂપાવટી ગામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર ખાતે આગામી તા. ૨૨/૧/૨૦૨૪ના રોજ શ્રી રામલલ્લા સરકારની નૂતન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે, જેનાં ભાગરૂપે આમંત્રણ પાઠવવા માટે સંપૂર્ણ ભારતવર્ષમાં અક્ષત કળશ યાત્રા ફરી રહી છે ત્યારે ગતરોજ તા. ૧૨/૧/૨૦૨૪ના રોજ વિંછીયા તાલુકાનાં રૂપાવટી ગામે પધારેલ અક્ષત કળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ડીજે પર રામધૂન, કિર્તન તેમજ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે અક્ષત કળશ યાત્રાને વધાવી લીધી હતી અને અયોધ્યા શ્રીરામ મંદિર ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.