એક કલાક મહિલા તેના બાળકોને રમાડવા બહાર ગઈને મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.43 લાખની મતાની ચોરી - At This Time

એક કલાક મહિલા તેના બાળકોને રમાડવા બહાર ગઈને મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.43 લાખની મતાની ચોરી


નવી ઘાંચીવાડમાં રહેતા મહિલા તેમના બાળકોને રમાડવા બીજા મકાનની અગાસીએ ગયા બાદ કોઈ અજાણ્યા તસ્કરે આગડીયો ખોલી મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂ.1.43 લાખની ચોરી કર્યાની ફરિયાદ એ.ડિવિઝનમાં પોલીસ મથકમાં નોંધાઈ છે. આ મામલે તસ્કરની પોલીસે શોધખોળ આદરી છે.
બનાવ અંગે નવી ઘાંચીવાડમાં શેરી નં.4/7 ના કોર્નર પર રહેતાં સરૂપાબેન મહેશભાઇ પરમાર (ઉ.વ.40)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમા એક દિકરો જગન્નાથ, બાદ દિકરી એન્જલ તથા આસ્થા બન્ને જુડવા છે. ગઇ તા.08ના બપોરના તેઓ તેના પુત્ર અને બન્ને દિકરીઓ ઘરે હતા.તેમજ તેના સાસુ ઘરના બીજા રૂમમા સુતા હતા અને તેણીના પતિ ગોંડલ ચોકડી પાસે કારખાનામા મજુરીકામ કરે છે ત્યા કામે ગયેલ હતા. તેણી ઘરની બાજુમા તાજીયાનો ડેલો આવેલ હોય જયા છત ઉપર પુત્ર તેમજ બન્ને દિકરીઓને લઇને તાજીયાના ડેલાની છત ઉપર રમાડવા માટે લઇને ગઈ હતી.
બાદમાં તેઓ ઘરે આવેલ ત્યારે ઘરનો મેઇન દરવાજાનો નકુચો ખુલ્લો હતો. તેમજ સામાન વેરવિખેર હાલતમાં હતો. મકાનના કબાટમાં બેગમા રાખેલ સોનાના ધરેણા 33 ગ્રામની કુલ કિંમત આશરે રૂ.1.35 લાખ, પગમા પહેરવાના ચાંદીના પાયલ જેની કીંમત આશરે રૂ.3500 તથા બેગમા રાખેલ રોકડા રૂ.5 હજાર કુલ મળી રૂ.1,43,700 ની મતાની ચોરી થઈ હતી. જે મામલે એ. ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ બી.એચ.પરમાર સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.