શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા ૨૫મો સમૂહ લગ્ન ઉત્સવ આગામી 15 જાન્યુઆરી એ યોજાશે.
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા ૨૫મો સમૂહ લગ્ન ઉત્સવ આગામી 15 જાન્યુઆરી એ 51 નવદંપતિઓના સમૂહ લગ્ન " ભવાની બાગ " સુંદરિયાણા ગામ ખાતે યોજાશે.
સૌપ્રથમ મહિલા સંમેલન તથા રાસોત્સવ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ " ભવાની બાગ " સુંદરિયાણા ગામ ખાતે યોજાશે
ધંધુકા-ધોલેરા-બરવાળા-રાણપુર બોટાદ-ગઢડા-વિંછીયા તાલુકાના શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા ૨૫મો સમૂહ લગ્ન ઉત્સવ આગામી તારીખ 15 જાન્યુઆરી 2024 ના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના "ભવાની બાગ" સુંદરિયાણા ગામ ખાતે યોજાશે. તેમાં 51 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
સૌપ્રથમ મહિલા સંમેલન તથા રાસોત્સવ તારીખ 14 જાન્યુઆરી 2014 રવિવારના બપોરે બે કલાકે યોજાશે. તેમા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના રાજપૂત સમાજના બહેનોનું પ્રથમ સંમેલન થઈ રહ્યું છે તો આ પ્રકલ્પને વધાવી બહુ મોટી સંખ્યામાં બહેનો હાજરી આપશે તેમજ તારીખ 15 જાન્યુઆરી 2024 સોમવારના રોજ સવારે 09:00 થી 2:00 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમની રૂપરેખા 14 જાન્યુઆરી રવિવારે બપોરે બે કલાકે મહિલા સંમેલન ત્યારબાદ 15 જાન્યુઆરી સોમવાર સવારે જાન આગમન 6 કલાકે ત્યારબાદ મંડપ મુરત સવારે 7-15 કલાકે ત્યારબાદ સમૂહ લગ્ન સમારોહ સવારે 10:00 કલાકે ત્યારબાદ હસ્ત મેળાપ સવારે 10:00 કલાકે ત્યારબાદ કન્યા વિદાય બપોરે 2:30 કલાકે રહેશે
દરેક કન્યાઓને 41 થી વધારે કરિયાવર શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવશે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.