બાળકના હાથમાં રહેલ કબૂતર ઉડાવી દેતાં રાજકોટ સિવિલ પાસે છરીઓ ઉડી - At This Time

બાળકના હાથમાં રહેલ કબૂતર ઉડાવી દેતાં રાજકોટ સિવિલ પાસે છરીઓ ઉડી


શાકભાજીના ધંધાર્થી તેના પુત્ર સાથે પતંગ, ફિરકી અને કબૂતર લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થતો હતો ત્યારે અજાણ્યાં શખ્સોએ બાળકના હાથમાં રહેલ કબૂતર ઉડાવી દેતાં માથાકૂટ થયાં બાદ યુવક પર છરીથી હુમલો થતાં સારવારમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, પડધરીના ગીતાનગરમાં રહેતાં અને શાકભાજીના ધંધો કરતાં મુકેશભાઈ લાભુભાઈ સોલંકી (ઉ.વ.38) ગઈકાલે બપોરે તેના પુત્ર સાથે રાજકોટ સદર બઝારમાં પતંગ અને ફિરકી લેવાં માટે આવ્યા હતાં. પતંગ અને ફિરકીની સાથે-સાથે યુવકે તેના પુત્ર માટે કબૂતરની ખરીદી પણ કરી હતી. પિતા-પુત્ર ઘરે પરત ફરતાં હતાં ત્યારે હોસ્પિટલ ચોક નજીક પહોંચતા કોઈ અજાણ્યા શખ્સોએ બાળકના હાથમાં રહેલ કબૂતર ઉડાવી દિધું હતું. જે મામલે યુવકે અજાણ્યાં શખ્સોને ટપરતાં મામલો બીચકયો હતો અને યુવક પર અજાણ્યાં શખ્સોએ છરીથી હુમલો કરી નાસી છૂટ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.