લુંટ તેમજ ધાડ પાડવાના ઇરાદે આવેલ આરોપીઓનો પીછો કરી ધાડ તથા લુંટનો પ્રયત્ન નિષ્ફળ બનાવી કાયદેસર ગુન્હો દાખલ કરતી એસ.ઓ.જી.અરવલ્લી ટીમ
શિયાળામાં થતી ચોરીઓ તેમજ લુંટના ગુન્હાઓ ન બને તે સારૂ વધુમાં વધુ અસરકારક પેટ્રોલીંગ કરી આવા ગુન્હાઓ બનતા અટકાવવા અન્વયે શ્રી સી.એફ.રાઠોડ I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી અરવલ્લી- મોડાસા નાઓ તાબાના માણસો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોજે ભેરૂન્ડા સર્કલ નજીક રાણાસૈયદ બાયપાસ હાઈવે રોડ ઉપર ઉભેલ મહિન્દ્રા કંપનીની GJ.02.AP.7887 ગાડી એસ.ઓ.જી.સ્ટાફના માણસો ચેક કરવા જતાં આરોપીઓએ પોતાના કબ્જાની મહિન્દ્રા કંપનીની GJ.02.AP.7887 નીમાં ધાડ તેમજ લુંટ કરવાના ઇરાદે લોખંડની કોશ, મોટું ડીસમીસ, લોખંડની સાણસી, હેકઝો બ્લેડ, પક્કડ, ધાતુના બે ધારદાર ચપ્પુ,ધાતુનું કટર જેની કિ, રૂ,૯૩૦/- ના સાથે લઈ આવી ફરીયાદી તેમજ સાથેના પોલીસ કર્મચારીઓને જોઈને પોતાના કબ્જાની મહિન્દ્રા કંપનીની જાયલો ગાડી નં GJ.02.AP.7887 જેની કિ,રૂ,૩,૦૦,૦૦૦/- ની લઈ પુરઝડપે ભગાડી રાણાસૈયદ તરફ જતા બાયપાસ હાઇવે રોડની સાઈડમાં લગાડેલ લોંખડની ઈંગલ સાથે અથડાવી નુકશાન કરી ગાડી મુકી ભાગી ગયેલ હોઇ જેથી આ કામે આરોપીઓ વિરૂધ્ધ મોડાસા ટાઉન પો.સ્ટે.ખાતે ઇ.પી.કો કલમ ૩૯૯, ૧૧૪, ૨૭૯, ૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ નો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આમ અરવલ્લી એસ.ઓ.જી. પોલીસ ધ્વારા ધાડ તેમજ લુંટનો ગુન્હો બનતો અટકાવી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપીઓના નામ
(૧) આરીફ ખ્યાલી મુલતાની
(૨) સાદીક લુલીયો મુલતાની
(૩) અસલમ મુલતાની ત્રણેય રહે. ચાંદટેકરી મોડાસા,તા.મોડાસા,જિ.અરવલ્લી તથા બીજો એક ઇસમ જેનું નામ જણાઇ આવેલ નથી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.