ગંભીર રીતે ફસાયેલ ભૂંડને પશુ ડોક્ટર દ્વારા બચાવવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શુભ એલીજન્સ માલપુર રોડ ના ફ્લેટના મેઈન ગેટ ની ગ્રીલમાં ભૂંડનો મોઢા નો ભાગ ગંભીર રીતે ફસાયો. ભૂંડ ગ્રિલ માં ફસાયેલ મોઢા નો ભાગ બહાર કાઢવા માટે પ્રયત્નો કર્યા પણ મોઢું વધારે ફસાતું ગયું. એનિમલ કરુણા હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરતા ડોક્ટર પ્રિયદર્શી બહેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભૂંડ ગંભીર રીતે ફસાયેલું જોઈ ભારે જહેમત ઉઠાવી તેના શરીરમાંથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ વપરાઈ ગયું હોવાનો અંદાજ કરી તેને એટેક ન આવે અને વધુ હાનિ ન પહોંચે તે માટે ડો. પ્રિયદર્શી બહેન દ્રારા મોઢા પર ટેગ લગાવી બેહોશી નું ઇન્જેક્શન આપી તેને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા. ભૂંડના મોટા પર ખોપરેલ રેડતા ભૂંડે નીકળવાના પ્રયત્ન કરતા આખરે ભૂંડનું મોઢું ગ્રિલ માંથી બહાર નીકળ્યું હતું અને ભૂંડ નો આબાદ બચાવો થયો હતો. ડોક્ટર પ્રિયદર્શી બેન દ્વારા એક પ્રસંગે ઉમદા કાર્ય કરી અભિનંદન ને પાત્ર બન્યા છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.