લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ખીસ્સમાંથી પડી ગયેલ મોબાઈલને ગણતરીના કલાકમાં મુળ માલીકને સુપ્રત કર્યો
મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક શ્રી જે જી ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કંટ્રોલ દ્વારા લુણાવાડા શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા લાગેલ હોય અરજદાર દલપતભાઈ મંગળભાઈ પરમાર રહે ચારણગામ અને તેઓ લુણાવાડા ૦૮/૦૧//૨૦૨૪ ના ૦૨. ૩૦ વાગે બેંક ઓફ બરોડા ખાતે આવેલ હતા. અને તે દરમ્યાન ખીસ્સા માંથી મોબાઈલ પડી જતા આ બાબતની જાણ તેમને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી અરજી આપતા CCTV Camera ચેક કરતા લીલાવતી હોસ્પિટલ પાસે મોબાઈલ પડી જતા અને સી.સી ફુટેજમાં જણાય આવતા તેમજ અજાણયા ઇસમ મોબાઈલ લઇ જતા જોવા મળેલ હતો. જે ઇસમની બાઇક નંબર પરથી લુણાવાડા ટાઉન પો.ઇન્સ એ.એન નિનામા તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા બાઇક ઇસમ પાસેથી અરજદારનો મોબાઈલ પરત અપાવેલ હતો. મહીસાગર પોલીસ દ્વારા પોતાનો મોબાઈલ પરત અપાવવા માટે કરેલ તાત્કાલીક કાર્યવાહી થી પ્રભાવિત થઇને દલપતભાઈ મંગળભાઈ પરમારે મહીસાગર જીલ્લા પોલીસનો હૃદયપુર્વક આભાર વ્યકત કર્યો હતો..
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.