જસદણના સોમનાથ જીનમાં જુની અદાવતે આઇશરચાલક પર હુમલો
જસદણના સોમનાથ જીનમાં જુની અદાવતે આઇશરચાલક પર હુમલો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પંથકમાં આવેલ સોમનાથ જીનમાં જુની અદાવતે કપાસ ખાલી કરવા ગયેલા આઈસરના ચાલક પર બ્રેકર વડે હુમલો કરી પાંસળીમાં ફેકચર જેવી ઈજા કરી મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, વિંછીયા પાંજરાપોળ પાછળ વાડી વિસ્તારમાં રહેતાં મુકેશભાઈ ભરતભાઈ મેર (ઉ.27) નામના કોળી યુવાને જસદણ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણનાં ખાંડા હડમતીયા ગામે રહેતા રમેશ ઝાપડીયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી આઈસર ચલાવતો હોય અને બે દિવસ પહેલા પોતાને હવાલા વાળા આઈસરમાં કપાસ ભરી ખાંડા હડમતીયા પાસે આવેલ સોમનાથ જીનમાં કપાસ ખાલી કરવા માટે ગયા હતા આ વખતે જીનમાં બ્રેકર વડે કામ કરી રહેલા રમેશ ઝાપડીયા સાથે ભેટો થઈ જતાં છ મહિના પહેલાનો ખાર રાખી આરોપીએ તેના હાથમાં રહેલા બ્રેકર વડે ફરિયાદી પર હુમલો કરી પાંસળીઓ ભાંગી નાંખી હતી અને આઈસરમાં પણ બ્રેકર વડે નુકસાન કર્યુ હતું.
આ બનાવ અંગે જસદણ પોલીસે આઈસર ચાલકની ફરિયાદ પરથી આરોપી સામે મહાવ્યથાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પીઆઈ આઈ.એમ.સરવૈયા ચલાવી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.