રાજકોટમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 3 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા - At This Time

રાજકોટમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 3 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા


શહેરમાં ચાલુ વરસે પણ ચિકનગુનિયાના કેસ વધારે રહે તેવી શક્યતા

મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી-ઉધરસના 1397, તાવના 122 દર્દી નોંધાયા

રાજકોટ શહેરમાં આ શિયાળે મચ્છરજન્ય રોગ ખાસ કરીને ચિકનગુનિયાના કેસમાં ભારે વધારો આવ્યો છે. મનપાની આરોગ્ય શાખાએ 2023ના વર્ષમાં મચ્છરજન્ય રોગની ગણતરી કરતા મલેરિયા અને ડેન્ગ્યુમાં 2022 કરતા સ્થિતિ સારી જોવા મળી છે જોકે ચિકનગુનિયાના કેસ 3 ગણા થયા છે. જાન્યુઆરી આવતા હવે આરોગ્યના આંકડા નોંધવાનું નવું વર્ષ ચાલુ થયું છે જેમાં પ્રથમ સપ્તાહે જ મચ્છરજન્ય રોગના પાંચ કેસ સામે આવ્યા છે. જ્યારે મનપાના આરોગ્ય કેન્દ્રોમાં આ સપ્તાહ દરમિયાન જ શરદી-ઉધરસના 1397, તાવના 122 અને ઝાડા-ઊલટીના 229 દર્દી નોંધાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.