રાજકોટમાં સાયકલોથોનમાં માંડ 200 સાયકલવીરો જોડાયા; મેયરે મોબાઇલમાં જોઈને સ્પીચ આપી, સાંસદ ચેરમેનનું નામ ભૂલ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનથી 9 કિલોમીટરની સાયકલોથોન યોજાઇ હતી. જોકે આજે રજાનો દિવસ ન હોવાથી સાયકલવીરોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. 800ના રજીસ્ટ્રેશન સામે માંડ 200 જેટલા સાયકલિસ્ટોએ ભાગ લીધો હોવાનું જોવા મળ્યું હતું અને સાયકલોથોનના રૂટ પરનો ટ્રાફીક પણ સાયકલવીરોને નડ્યો હતો. તો બીજી તરફ મેયર નયનાબેન પેઢડીયાએ મોબાઈલમાં જોઈને સ્પીચ આપી હતી, સાંસદ રામ મોકરિયા ભૂલથી સ્ટેન્ડિંગ ચેરમેન જૈમિન ઠાકરને બદલે જૂના સ્ટેન્ડિંગ ચેરમેન જૈમન ઉપાધ્યાયનું નામ બોલી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.