રાજકોટમાં એક વર્ષમાં ઓવરસ્પીડના 1,155 તો ઓવરલોડ વાહનના 2,117 કેસ; RTOએ 6 કરોડથી વધુનો દંડ વસૂલ્યો - At This Time

રાજકોટમાં એક વર્ષમાં ઓવરસ્પીડના 1,155 તો ઓવરલોડ વાહનના 2,117 કેસ; RTOએ 6 કરોડથી વધુનો દંડ વસૂલ્યો


રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન ગુનાહિત વાહનો ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વર્ષમાં અલગ- અલગ નિયમોના ભંગ કરતા વાહનચાલકોને રૂ.6,11,24,258 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના 1,155 કેસ નોંધાયા છે. રોજબરોજના વધતા અકસ્માતના ધ્યાને રાખી રાજકોટ RTO દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.