સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો, મનપાના ચોપડે ચિકનગુનિયા 3, ડેંગ્યુના 2 સહિત વિવિધ બીમારીની 1753 કેસ
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. મનપાના અનેક પ્રયાસો છતાં વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જવો મળી રહી છે. છેલ્લા 1 સપ્તાહમાં મનપાના ચોપડે વિવિધ રોગના 1753 જેટલા કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહે 1630 હતા. જોકે, આ આંકડા સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલો છે. જ્યારે ખાનગી હોસ્પિટલ તથા ક્લિનિકમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 8 હજારથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રોગચાળામાં ફરીવાર ઉછાળો નોંધાતા આરોગ્ય વિભાગે ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.