ગૌ આધારિત આર્થિક સમૃદ્ધિ અર્થે જાણકારી મેળવવા ઉપસ્થિત રહેવા ડો. વલ્લભભાઈ કથીરિયાનો અનુરોધ “Gau Economics Gau Tech-2023 Exhibition – Directory” સોવેનીઅર બુકનું વિમોચન - At This Time

ગૌ આધારિત આર્થિક સમૃદ્ધિ અર્થે જાણકારી મેળવવા ઉપસ્થિત રહેવા ડો. વલ્લભભાઈ કથીરિયાનો અનુરોધ “Gau Economics Gau Tech-2023 Exhibition – Directory” સોવેનીઅર બુકનું વિમોચન


ગૌ આધારિત આર્થિક સમૃદ્ધિ અર્થે જાણકારી મેળવવા ઉપસ્થિત રહેવા ડો. વલ્લભભાઈ કથીરિયાનો અનુરોધ
“Gau Economics Gau Tech-2023 Exhibition – Directory” સોવેનીઅર બુકનું વિમોચન

ગૌ આધારિત ઉદ્યોગો પર તજજ્ઞોના પ્રવચનો
ગૌ આધારિત ઉદ્યમિતા પર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા તેમજ “ગૌ- ધન” અને “ગોબર થી ગોલ્ડ” ના માધ્યમથી “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવામાં ગૌ આધારિત ઉદ્યમિતાનો ખૂબ મોટો ફાળો છે. ગાયને ગૌધન કહીએ છીએ, ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, ગૌ માતાની મહત્તાને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે કિસાન, મજદૂર, યુવાન, મહિલા, ગોપાલક સમૃદ્ધ થઇ શકે અને સાથે સાથે ભારત વર્ષની GDP માં વધારો કરી તેવા આશય સાથે. આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ” (GCCI) “ગૌ માતા”ને કેન્દ્ર સ્થાને રાખી સૌપ્રથમ વિશ્વસ્તરીય પંચ દિવસીય (તા. ૨૪ થી ૨૮ મે, ૨૦૨૩ ) “Gau Tech – 2023” નામથી વૈશ્વિક પ્રદર્શન - સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ અદ્ભૂત અને અનેરા પ્રસંગને પુસ્તક સ્વરૂપે સાચવી રાખવા અને ભવિષ્યમાં આ જ પ્રકારે “ગૌ – સેવા”ના વિષયને આગળ લઈ જવા દીવાદાંડી રૂપ બને તે હેતુથી, આ પ્રસંગની તલસ્પર્શી માહિતી અને સ્ટોલ ધારકોની વિગતો સહિત “સોવેનીઅર - એકઝીબીશન ડીરેક્ટરી” નું તારીખ : ૦૮ જાન્યુઆરી ૨૦૨૪, સોમવારના રોજ બપોરે ૦૪ : ૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી સરદારધામ આયોજીત “GPBS” ( દેશ કા એક્સ્પો ) પ્રદર્શન ગ્રાઉન્ડ, સેમીનાર ડોમ, પરસાણા ચોક, નવો 150 ફૂટ રીંગ રોડ, ખાતે પ. પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ ( આર્ષ વિદ્યામંદિર, રાજકોટ ) (કન્વીનર, હિન્દુ આચાર્ય સભા), શ્રી દિલીપભાઈ સંઘાણી (ચેરમેન - NCUI ,IFFCO , GUJCOMASOL), શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ કેબીનેટ મંત્રી , ગુજરાત સરકાર), શ્રી ગોવિંદભાઈ ધોળકીયા (ફાઉન્ડર, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ, સુરત ), શ્રી જીમ્મીભાઈ દક્ષિણી ( ચેરમેન – રાજકોટ નાગરીક સહકારી બેન્ક લિ. ), શ્રી ગગજીભાઈ સુતરીયા ( પ્રમુખ સેવક – સરદાર ધામ) ની વિશેષ ઉપસ્થિતીમાં “Gau Economics Gau Tech-2023 Exhibition - Directory સોવેનીઅરનું વિમોચન કરવામાં આવશે
આ પ્રસંગે “Gau Economics” વિષય પર જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે ડો. હેમંત દધીચ (ઉપ કુલપતિ - RAJUVAS, રાજસ્થાન), ડો.એસ.કે.મિત્તલ ( મેમ્બર - AWBI ), શ્રી કે રાઘવન (પ્રશિક્ષણ પ્રમુખ, ગૌસેવા ગતિવિધિ, RSS) ના વક્તવ્યનું પણ આયોજન કરેલ છે. આર્થિક, સામાજીક અને પર્યાવરણીય સમૃદ્ધિના વિશેષ યગોદાન આપવા ડો.વલ્લભભાઈ કથીરિયા એ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
આ પ્રસંગ ને GCCI ના ફેસબુક પેઇજhttps://www.facebook.com/OfficialGCCI/ પર લાઈવ નિહાળી શકાશે.
વધુ માહિતી માટે GCCI ના ડાયરેક્ટર શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.