ઉદય સેવા સંસ્થાન ભિલોડાનો કિશનગઢ મુકામે મફત નેત્ર નિદાન શિબિર તથા સંસ્થાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. - At This Time

ઉદય સેવા સંસ્થાન ભિલોડાનો કિશનગઢ મુકામે મફત નેત્ર નિદાન શિબિર તથા સંસ્થાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.


ઉદય સેવા સંસ્થાન ભિલોડાનો શ્રી શ્રી કપિલા કામધેનુ આશ્રમ ખંડેંતાર ધામ કિશનગઢ મુકામે મફત નેત્ર નિદાન શિબિર તથા સંસ્થાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ૨૯૫ દર્દીઓએ આંખોની તપાસ કરાવેલ હતી અને ૫૧ દર્દીઓને મોતિયો હોય આગામી ગુરુવારે વાત્રક મુકામે બેલાબેન યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ ખાતે લઇ જઈ નિઃશુલ્ક ઓપેરશન કરાવી આપવામાં આવશે.૧૫૦ થી વધુને રાહતદરે નંબરવાળા ચશ્મા આપવામાં આવેલ હતા. સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી કેતનભાઈ સુરેશચંદ્ર શાહ અમદાવાદનાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. હંસાબેન કોટવાલ સરપંચશ્રી, મુકેશભાઈ ત્રિવેદી સરપંચશ્રી ભિલોડા, મુકેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રાઠોડ, મનોજભાઈ પટેલ, સંકેતભાઈ પટેલ,જશુકાકા મીઠાવાળા વિગેરે નાઓ ઉપસ્થિત રહેલ હતા.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી જીતુભાઈ ભાટિયા એડવોકેટ, વલ્કેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ સોની, જયંતિભાઈ શર્મા,બિપીનભાઈ પ્રજાપતિ, કમલેશભાઇ પટેલ, રોહિતભાઈ પટેલ,રાજુભાઈ પટેલ, રાકેશભાઈ કોટવાલ,ઈશ્વરભાઈ ભાટિયા તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી શ્રી જયંતા બાપુનાઓએ કાર્યક્રમ પ્રસંગ અનુરૂપ આશીર્વચન આપેલ હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.