બાયડ ટાઉનમાં થી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ કુલ નંગ-૧૦કુલ કિ.રૂ.૩૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અરવલ્લી. - At This Time

બાયડ ટાઉનમાં થી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ કુલ નંગ-૧૦કુલ કિ.રૂ.૩૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અરવલ્લી.


અરવલ્લી જિલ્લામાં આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી તથા તુકકલના વેચાણની પ્રવૃતી કરતા દુકાનદારો/ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચનાઓ આપેલ હતી જે અનુસંધાને શ્રી,કે.ડી.ગોહીલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસાનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/સ્ટાફના પોલીસ માણસોને ટીમો બનાવી આગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને જીલ્લા મેજી.સા.શ્રી,અરવલ્લી-મોડાસાનાઓના ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી તથા તુકકલના વેચાણ પ્રતિબંધના જાહેરનામા અન્વયે કેસો કરવા સુચના કરેલ જે આધારે સ્ટાફ ના માણસો બાયડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાયડ ટાઉન વિસ્તારમાં રહેતા કિશોર કુમાર લસાજી મારવાડી રહે.તળાવની પાળ બાયડ તા.બાયડ જી અરવલ્લીનાનો એક મીણીયાની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ રાખી ઉભો છે.તેવી બાતમી આધારે સદરી જગ્યાએ જતાં સદરી ઇસમ મળી આવતાં તેની પાસે મીણીયાની થીલમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ કુલ નંગ-૧૦ કુલ કિ.રૂ.૩૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ.૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ અરવલ્લી જીલ્લામાં આવેલ તમામ પંતગ-દોરીના વેપારીઓને અપીલ કરવામાં આવે છે. કે,આગામી ઉતરાયણ તહેવાર નિમિતે આવી ગેરકાયદેસર સાઇનીઝ દોરીનુ વેચાણ ન કરી આવી સાઇનીઝ દોરીથી રાહદારીઓને તથા જનતાનને પહોંચતી ઈજાઓથી બચાવીઅને અને સાથે- સાથે પર્યાવરણનું રક્ષણ કરવાની એક ઉત્તમ નેમ સાથે પક્ષીઓના જીવ બચાવી એક સારા નાગરીક તરીકેની પોતાની જવાબદારી અદા કરીએ.

પકડાયેલ આરોપી-

(૧) કિશોર કુમાર લસાજી મારવાડી રહે. તળાવની પાળ,બાયડ તા.બાયડ જી.અરવલ્લી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.