રંઘોળાના ડાંગર ફાર્મ હાઉસના આંગણે પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં”યદુવંશ જ્ઞાનધારા” પુસ્તકનું વિમોચન કરાયું
રંઘોળાના ડાંગર ફાર્મ હાઉસના આંગણે પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં "યદુવંશ જ્ઞાનધારા" પુસ્તકનું વિમોચન કરાયું
લેખક શ્રી બાબુભાઈ વાઘાણી દ્વારા યદુવંશ જ્ઞાનધારા" લખાયેલ પુસ્તકનું રંઘોળાના ડાંગર ફાર્મ હાઉસના આંગણે પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં પુસ્તકનું લોકાર્પણ સંપન્ન થયું ; પૂજ્ય બાપુએ કહ્યું સંતાનોને ઇતિહાસનું આચમન કરાવીએ
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે સ્વ.બાલાભાઈ ડાંગર ટ્રસ્ટ વર્ષોથી શિક્ષણ અને સાહિત્યને સુંદર મજાની સેવા કરી રહ્યું છે એ સેવાના ભાગરૂપે આ ટ્રસ્ટે અનેક પ્રકારના ઉપક્રમોનું આયોજન કરીને શિક્ષણના ક્ષેત્રમાં ઉમદા સેવા કરી છે આજરોજ રંઘોળાના નારણભાઈ ડાંગરના ફાર્મમાં આહીર સમાજના ઐતિહાસિક વાતોને ઉજાગર કરતું પુસ્તક "યદુવંશી જ્ઞાનધારા"નો લોકાર્પણ કાર્યક્રમ પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે સંપન્ન થયો આ કાર્યક્રમ આ પુસ્તકના લેખક સરવેડી ગામના ચાર ધોરણ સુધી માત્ર ભણેલાં બાબુભાઈ વાઘાણી છે વિધિની વક્રતા તો એ છે કે ખૂબ મોટા દળદાર ગ્રંથને તૈયાર કરતાં કરતાં બાબુભાઈ ખૂબ ગંભીર બીમારીમાં પટકાયા છતાં આ ગ્રંથને તેમણે પૂરો કરીને આહિર સમાજનું ખૂબ જ અને અતિ મહત્વનો કાર્ય કર્યું છે. કાર્યક્રમને સંબોધન કરતાં પૂજ્ય મોરારિબાપુએ કહ્યું કે યદુવંશ સમાજ એ ચંદ્રવંશી સમાજ છે પૂર્ણાવતાર ભગવાન કૃષ્ણનું આ સમાજમાં અવતરણ એ સૌ માટે ગૌરવ રૂપ કહી શકાય ભગવાન કૃષ્ણ શેરડીનો સાંઠો છે તો માણસ તરીકે આપણે એક કાતળી તો જરૂર બનીએ આ ગ્રંથને તૈયાર કરવામાં બાબુભાઈએ જે જહેમત ઉઠાવી છે તેમાં હું મારો રાજીપો રેડું છુ આવી ઐતિહાસિક ઘટનાઓને સમાજ સામે લાવવાનું આ બહુ મોટું ભગીરથ કામ થયું છે તે આપણા ઈતિહાસની સતત યાદ આપે તેવું છે તેથી આપણે આપણા સંતાનોને આ પ્રકારના ઈતિહાસ અને પરંપરાથી અવગત કરાવવા જોઈએ અને તેનું આચમન કરાવવું જોઈએ મોરારિબાપુ એ દ્વારકામાં યોજાયેલા મહારાસને પણ અભિનંદન આપ્યાં હતાં. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ભગવાન દ્વારકાધીશને બિરાજમાન કરવામાં આવ્યાં હતા પુ.મોરારીબાપુનુ સ્વાગત નારણભાઈ ડાંગર તથા પરિવારે કર્યું હતુ તથા અન્ય મહાનુભાવો એ પ્રાસંગિક વાતો પ્રસ્તુત કરી હતી કાર્યક્રમના સ્વાગત પ્રમુખ રમેશભાઈ મેંદપરાએ તથા સંચાલન બી.ડી.ડાગર ટ્રસ્ટના મંત્રી જગદીશભાઈ ભટ્ટે કર્યું હતુ આભાર દર્શન પુસ્તકના લેખક બાબુભાઈ વાઘાણીએ કર્યું હતું તેઓ એ આ પળને ખૂબ ભાવક થઈને પ્રસ્તુત કરી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે આહીર સમાજના મોભી ભીખુભાઈ વારોતરીયા,રઘુભાઈ હુંબલ સહિતના આહિર સમાજના અને સાહિત્ય સાથે જોડાયેલાં અનેક અગ્રણીઓ કાર્યક્રમનો હિસ્સો બન્યાં હતાં
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.