માળિયા તાલુકાના ખંભાળિયા ગામે પટાટ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

માળિયા તાલુકાના ખંભાળિયા ગામે પટાટ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁
જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ખંભાળિયા ગામમાં તા. 07/01/2024 ને રવિવાર,માગશર વદ અગિયારસના રોજ સ્વ.ગોવિંદભાઈ પરબતભાઈ પટાટ નું દુખદ અવસાન થયેલ છે, જેઓ કરશનભાઈ ગોવિંદભાઈ પટાટ તથા ઉકાભાઈ ગોવિંદભાઈ પટાટ ના પિતાશ્રી થાય છે તેમજ અમારા પર્યાવરણ પ્રેમી અને પક્ષી પ્રેમી એવા વિપુલભાઈ પટાટના દાદા થાય છે.જેમણે શિવમ ચક્ષુદાનના નાથાભાઈ નંદાણિયા ને જાણ કરતા, રાજેશ ભાઇ સોલંકી દ્વારા મૃતક ના બન્ને ચક્ષુ લઈ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.

આજના આ ચક્ષુદાનનો સ્વિકાર રાણાભાઈ ચાંડેરા અને સચિનભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.

પટાટ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ગોવિંદભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

પટાટ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો તેમજ ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ ગોવિંદભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા -૯૯૦૯૬૨૨૧૧૫


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.