દહીંથરા શ્રી અલખઘણી ગૌશાળા ખાતે કડકડતી ઠંડી માં હજારો ગૌસેવકો ની મકરસંક્રાંતિ જોળી મીટીંગ મળી - At This Time

દહીંથરા શ્રી અલખઘણી ગૌશાળા ખાતે કડકડતી ઠંડી માં હજારો ગૌસેવકો ની મકરસંક્રાંતિ જોળી મીટીંગ મળી


દહીંથરા શ્રી અલખઘણી ગૌશાળા ખાતે કડકડતી ઠંડી માં હજારો ગૌસેવકો ની મકરસંક્રાંતિ જોળી મીટીંગ મળી

દામનગર હિન્દૂ ધર્મ નું દરેક પર્વ દાન પરમાર્થ નું અનુમોદન કરે છે તેમાં ખાસ મકરસંક્રાંતિ નું પર્વ એટલે અબોલ જીવો માટે ની ઉદારતા ખૂબ મહત્વ ની હોય છે હજારો અબોલ જીવો નું લાલન પાલન કરતી દહીંથરા અલખધણી ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાનશ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે આગામી મકરસંક્રાંતિ પર્વ એ ગૌસેવા માટે લાઠી તાલુકા ના દામનગર ઢસા સહિત ના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં અબોલ જીવો માટે જોળી ફેરવી રોકડ ગોળ ખોળ નિરણ એકઠી કરવા હજારો સ્વંયમ સેવકો નું સંકલન માટે બેઠક મળી જેમાં સંસ્થા ના હિસાબો જાહેર વંચાણે લેવાયા હતા સંસ્થા માં આશ્રિત અબોલ જીવો ની હોસ્પિટલ દ્વારા થતી સારવાર દવા ઘાસચારો કર્મચારી ની સંખ્યા સહિત થી સર્વ ને અવગત કરાયા હતા સુરત અમદાવાદ સહિત ના શહેરી વિસ્તારો ઉત્તરાયણ પ્રસંગે થતા સ્ટોલ માંથી અને વિવિધ ધૂનમંડળો અને ઇન્ડસ્ટ્રીઝ તરફ થી મળતા સહયોગ થી સંસ્થા સંકુલ માં નિર્માણ થનાર પ્રકલ્પ અને ઉદારદિલ દાતા પરિવારો ની વિસ્તૃત માહિતી અપાય હતી દહીંથરા ધ્રુફણીયા ભુરખિયા નવાગામ મેમદા ઢસા દેરડી જાનબાઈ મેથળી પીપળવા છભાડીયા ભિગરાડ પ્રતાપગઢ અસોદર ઈગોરાળા હાવતડ પાડરશીંગા હજીરાધાર ધામેલ માંગુકા ભાલવાવ રાભડા ઠાંસા મૂળિયાપાટ વિકળિયા સહિત અસંખ્ય ગ્રામ્ય માંથી ખૂબ મોટી સંખ્યા માં ગૌસેવકો હાજર રહ્યા હતા ભડિયા સ્ટોન મિલ જિન એસોસિએશન સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સૂત્રધાર શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં આગામી મકરસંક્રાંતિ એ જોળી ઉત્સવ માં શ્રમ શક્તિ અને યાંત્રિક સાધનો સહિત ના સહયોગ માટે સંકલન કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.