બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા પશુ પાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમના ઉદ્ઘાટન સમારોહ યોજાયો
બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા લુણાવાડા તાલુકાના લીંબોદરા ગામે સખી મંડળની ૩૫ બહેનોને આત્મનિર્ભર થવા માટે પશુપાલન અને વર્મીકમ્પોસ્ટની નિ:શુલ્ક તાલીમ શરુ કરવામાં આવી આ કાર્યક્રમમા સંસ્થાના નિયામક શ્રી વિશાલ અગ્રવાલ,બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મધવાસના બેંક મેનેજર સાહેબશ્રી, DRDA ક્લસ્ટર કો-ઓડિનેટર ધવલપટેલ અને સંસ્થાના ફેકલ્ટી જયાબેન તાલીમનુ ઉદ્ગાટ્ન કરીને પોતાના પગ પર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ.
ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ માટે જેમાં CCTV Camera,મોબાઈલ રીપેરીંગ,હાઉસ વાયરીંગ જેવી નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ. તાલીમ કાર્યક્રમ ટુક સમયમાં શરુ થવાની હોવાથી રજીસ્ટ્રેશન પણ શરુ કરવામા આવ્યા છે અને જે કોઇ ઇછુક ઉમેદવારે લુણાવાડા ખાતે એસ કે હાઇસ્કુલ ની પાછળ ચરેલ રોડ, સાઈ બંગ્લોઝની બાજુમાં સંસ્થાનો સમ્પર્ક કરવો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.