રાણપુરના નાગનેસ ગુંદા અને ગોધાવટા ગામની વ્યાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિઓ સામે આવતા ત્રણ માસ માટે લાઇસન્સ રદ્દ
રાણપુરના નાગનેસ ગુંદા અને ગોધાવટા ગામની વ્યાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિઓ સામે આવતા ત્રણ માસ માટે લાઇસન્સ રદ્દ
બોટાદ પુરવઠા તંત્ર દ્વારા રાણપુર તાલુકાના નાગનેસ ગુંદા અને ગોઢાવટા ગામની વ્યાજબી ભાવની દુકાનોની તપાસણી કરવામાં આવતા ત્રણેય દુકાનોમાં ઓનલાઇન અનાજના જથ્થાનો સ્ટોક ઘઉં ચોખા તુવેર દાળ અને મીઠાનો વધારો જથ્થો ઓનલાઇન સ્ટોક કરતા વધારે હોવાનું સામે આવતા પુરવઠા વિભાગ દ્વારા ત્રણેય દુકાનોના લાઇસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી ત્રણેય દુકાનદારોને કુલ રૂપિયા ૧,૦૮,૯૧૫ દંડ ફટકાર્યો હતો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોઢાવતા નાગનેસ અને ગુંદા ગામની વ્યાજબી ભાવની દુકાનોમાં બોટાદ પુરવઠા વિભાગ દ્વારા પાંચેક દિવસ પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન જે જથ્થાનો સ્ટોક ઓનલાઇન હોય તેનાથી વધારે જથ્થો દુકાનોમાં જોવા મળતા પુરવઠા વિભાગે કડક કાર્યવાહી કરી છે ગોદાવતા ગામે રેશનીંગની દુકાન ચલાવતા વિનુભાઈ ભીટોરા જેઓની દુકાને ઘઉં 218 કિલો ચોખા 325 kg નાગનેશ ગામે રેશનીંગની દુકાન ચલાવતા સુરેશભાઈ ઝેજેરીયા જેઓની દુકાને ચોખા ૨૫ કિલો તુવેર દાળ 50 કિલો તેમજ ગુંડા ગામે રેશનીંગ દુકાન ચલાવતા એસ.એસ.વેગડની દુકાને ચોખા ૧૮૦ કિલો મીઠું 270 કિલોનો સ્ટોક ઓનલાઇન સ્ટોક કરતા વધુ જથ્થો મળી આવ્યો હતો જેથી પુરવઠા વિભાગ એ ત્રણેય દુકાનોના લાઇસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી ત્રણેય દુકાનોને રૂપિયા ૧,૦૮,૯૧૫ નો દંડ ફટકાર્યો છે જે મામલે બોટાદ કલેકટર ડો.જીન્સી રોયે મીડિયાને માહિતી આપી હતી.
રિપોર્ટ:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.