રાજકોટમાં વેરા વસુલાતની માફક જાહેરમાં થુક્તાં અને ગંદકી ફેલાવતા લોકોને ફટકારશે ઈ-મેમોની થશે કડક ઉઘરાણી - At This Time

રાજકોટમાં વેરા વસુલાતની માફક જાહેરમાં થુક્તાં અને ગંદકી ફેલાવતા લોકોને ફટકારશે ઈ-મેમોની થશે કડક ઉઘરાણી


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ઉપર જતા જાહેરમાં થૂંકનારાઓને રૂ.250નો દંડ ફટકારવામાં આવે છે. છેલ્લા 7 વર્ષમાં મનપાએ 10 હજાર કરતા વધુ નાગરિકોને CCTVનાં માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી લઈ ઈ-મેમો મારફત દંડ ફટકાર્યો છે. જોકે, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા આપવામાં આવતા ઈ-મેમો ભરવાની લોકોને કોઈ ચિંતા જ ન હોય તેમ માત્ર 30% લોકો જ આ દંડ ભરી રહ્યા છે. જેને લઈ હવે મ્યુ. કમિશ્નરે આ ઈ-મેમો વસૂલવા કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે અને મનપા દ્વારા કરવામાં આવતી વેરા સહિતની વસૂલાતની સાથે ઈમેમોની રકમ વસૂલવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.