રાજકોટ STને 1 વર્ષમાં રૂ.208 કરોડની આવક, ચાલુ વર્ષે ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડ બનશે, 4 નવા બસ સ્ટેશન બનશે - At This Time

રાજકોટ STને 1 વર્ષમાં રૂ.208 કરોડની આવક, ચાલુ વર્ષે ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડ બનશે, 4 નવા બસ સ્ટેશન બનશે


સલામત સવારી ગણાતી એસટી ટોપ ગિયરમાં છે. રાજકોટ ST વિભાગને છેલ્લા એક વર્ષમાં રૂપિયા 208 કરોડની આવક થઈ છે. ચાર નવા બસ સ્ટેશનનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. તો રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન રાજકોટ એસટી વિભાગને 116 નવી બસો મળતા મુસાફરો માટે હાલના રૂટ પર ફ્રિકવન્સી વધશે તો નવા રૂટ પણ શરૂ થશે. આ સાથે જ રાજકોટ એસટી વિભાગની તમામ 550 બસોમાં UPI પેમેન્ટથી ટિકિટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.