જસદણના ગઢડીયા વિસ્તારમાં વાછરડીનું મારણ કરનાર દિપડાને પકડવા પાંજરૂ મુકાયુ
જસદણ તાલુકાના ગઢડીયા વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા મારી રહ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં અહીનાં ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી ત્યાં વન વિભાગ પણ દોડી ગયું હતું. વાડીમાં વાછરડીનું મારણ કર્યું હતું. વાડીનાં માલીક જાગી જતાં દીપડો ત્યાં થી નાસી છૂટયા હતો ત્યાં અહીંના લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. ફોરેસ્ટ ઓફિસર ધટના સ્થળે દોડી ગયા હતા અને ગામનાં આગેવાનો એ પિંજરું મુકવાની માંગણી કરી હતી ત્યારે રાત્રિના સમયે પિંજરૂં મુકવામાં આવ્યું હતું. ઘટના સ્થળે વન વિભાગ દ્વારા આખી રાત ચોખે પહેરો કરવામાં આવ્યો હતો પણ દીપડો આવ્યો ન હતો અહીંના ખેડૂતોએ રાત્રિના સમયે લાઇટ આવતી હોય ત્યારે પાકને પાણી પીવડાવવા જવા માટે પણ ચિંતા ફેલાઈ ગઈ હતી. આ વિસ્તારમાં દીપડાના આટા ફેરા થી લોકોમાં અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વહેલી તકે દીપડો પકડાઈ તેવી લોકોએ પણ માંગણી કરી હતી. અન્ય કોઈને નુકસાન પહોંચાડે તે માટે વન વિભાગ પણ સજા થઈ ગયું છે અને દીપડો પકડવા માટે પીંજરૂં મંગાવી અને મૂકવામાં પણ આવ્યો છે. ગઢડીયા ગામે વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી વીગતો મેળવી હતી. સગડ પણ દીપડાનાં મળી આવ્યા હતા બે દીવસથી દીપડો આ વિસ્તારમાં ફરી રહ્યો છે વન વિભાગ દ્વારા પણ તેમની પર નજર રાખી રહ્યા છે. ખેડુતોને પશુઓને સાચવીને રાખવા અપીલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.