આજ રોજ સ્માઈલ ફાઉન્ડેશન બોટાદ દ્વારા રાષ્ટીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો - At This Time

આજ રોજ સ્માઈલ ફાઉન્ડેશન બોટાદ દ્વારા રાષ્ટીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો


આજ રોજ સ્માઈલ ફાઉન્ડેશન બોટાદ દ્વારા રાષ્ટીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો

આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ બોટાદકર,ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્માઇલ ફાઉન્ડેશનના વડા મોરી વિરેન્દ્ર સિંહ,કોલેજના આચાર્ય ડૉ.એ.જે.મકવાણા સાહેબ કોલેજ સ્ટાફમાં પ્રોફેસર્સ ડૉ.રાજેશભાઈ જાદવ,ડૉ.હરેશભાઇ પંચોલી, ડૉ. તૃપ્તિ મેંમ આચાર્ય,ડૉ.જ્યોતિ મેંમ,સોનાવાલા હોસ્પિટલ સ્ટાફમાંથી સોશીયલ વર્કર લાલજી ભાઈ વગેરે હાજર રહ્યા હતાં.આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય માનસિક આરોગ્ય જાગૃતિનો હતો. જેમાં સોનાવાલા હોસ્પિટલમાં ફરજ બજાવતા સાયક્રિયાટીસ ડૉ.પ્રાર્થના મૅડમ દ્વારા ઉદાસી રોગ,નિદાન અને સારવાર અને આત્મહત્યાં બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું તથા ટેલી માનસ હેલ્પલાઇન મોબાઈલ કાઉન્સેલીંગ વિશે માહિતી-માર્ગદર્શન આપ્યું ત્યાર બાદ ટ્રેનર બહેન ડૉ.ભાનુબેન જી.કુમારખાણીયા દ્વારા માનસિક રોગ, લક્ષણ,કારણો,ઉપાયો સારવાર,બચવા માટે તકેદારી વગેરે બાબતે માહિતી આપી તેમ જ માસિક સ્ત્રાવ, મોનોપોઝ,ઘરેલું ઝઘડા,જાતિય સતામણીમાં વગેરે બાબતને માનસિક ટેંશન માનસિક રોજ સાથે કેવી રીતે જોડાયેલા છે તે વિવિધ ઉદા. સાથે સમજાવેલ અને બિન જરૂરી મોબાઈલ ઉપયોગ ટાળવો,પોષણયુક્ત આહાર લેવો યોગ,વ્યાયામ કરવા, પર્યાવરણ પ્રત્યે સંવેદન થવું વગેરે બાબતે સરળ ભાષામાં માહિતી માર્ગદર્શન આપી માનસિક સંતુલન જાળવી શકાય તેમ જણાવેલ ત્યાર બાદ ડૉ.રાજેશભાઈ જાદવ દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમને સમાપન કરેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.