બગસરામાં આવતા સોમવારે આયુર્વેદ અષ્ટાંગ કથા યોજાશે
બગસરામાં આવતા સોમવારે આયુર્વેદ અષ્ટાંગ કથા યોજાશે
બગસરા ની બાળકેળવણી મંદિર તથા સીનીયર સીટીઝન પરીવાર તથા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ બગસરા દ્વારા, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ના વૈધ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ના મુખેથી આયુર્વેદ કથાનું આયોજન બગસરા માં તા-08/01/2024 ને સોમવારે બપોરે 2 થી 5 સુધી. લેઉવા પટેલ સમાજની વાડી ગોકુળપરા બગસરા મુકામે ભવ્ય આરોગ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે ,રોગમુક્ત પરિવાર થકી સ્વસ્થ ભારત ની સંકલ્પના સાકાર કરવા માટે રાત- દિવસ મથામણ કરી રહેલ વૈધ શ્રી ડો. મહેન્દ્રસિંહ સરવૈયા જે મેદરોગ, સાંધાના દુખાવા, કેન્સર, ડાયાબિટીસ, બી.પી, હદયરોગ, શ્વાસ - શરદી એલર્જી, ચામડીના રોગો, બાળ રોગો વગેરે શારીરિક અને માનસિક બીમારી માંથી અનેક લોકોને રોગમુક્ત કરી શક્યા છે, તેવા રાષ્ટ્ર પ્રેમી અને ગૌ પ્રેમી ડો. મહેન્દ્રસિહ ના મુખેથી ગવાયેલ કથા નું રસપાન કરવા ખાસ પધારવા વિનંતી.આ કથામાં ગૌ સંસ્કૃતિ થી વૈદિક સંસ્કૃતિ નો અભ્યુદય શ્રેષ્ઠ સંસ્કૃતિ માટે ગર્ભ સંસ્કાર પ્રાણવાન યુવાધન ,વ્યસન મુક્ત ભારત. સ્વદેશી થી સ્વાવલંબી ભારત. પ્રાકૃતિક ખેતી થી સમૃદ્ધ કિસાન યોગ અને આયુર્વેદ થકી વિશ્વ ગુરુ ભારત વગેરે સંકલ્પના ઓ સાકાર કરવાના ખ્યાલથી સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યાએ આયુર્વેદ કથાનું આયોજન થઈ રહ્યું છે.જે અંતર્ગત આગામી સોમવારે બગસરા મુકામે યોજાઈ રહેલ. આયુર્વેદ કથાનો લાભ લેવા બગસરા અને આસ-પાસ ની આમ જનતા ને આયોજકતરફ થી ભાવભર્યું આમંત્રણ છે.
દેવચંદ સાવલિયા (બાળકેળવણી મંદિર-બગસરા)
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.