રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળા સમયે ચિકનગુનિયા માટેની ટેસ્ટિંગ કીટની અછત, અધિક્ષકે કહ્યું- વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે
રાજકોટ શહેરમાં એકતરફ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે અને ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયમાં સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વની રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ચિકનગુનિયા માટેના ટેસ્ટ કરવાની કીટની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ કીટનો અભાવ હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જોકે સિવિલ અધિક્ષકે બચાવ કરતા જણાવ્યું કે, ચિકનગુનિયાનાં કેસો પ્રમાણમાં ઓછા છે. છતાં કીટની અછત સર્જાઈ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.