જસદણ તાલુકાના જીવાપર ગામે અયોધ્યાના અક્ષત કળશનું ભવ્ય સ્વાગત - At This Time

જસદણ તાલુકાના જીવાપર ગામે અયોધ્યાના અક્ષત કળશનું ભવ્ય સ્વાગત


જસદણ તાલુકાના જીવાપર ગામે અયોધ્યાથી પધારેલ પૂજીત અક્ષતકળશનું સ્વાગત ભવ્ય રીતે ડીજે સાથે કરવામાં આવ્યું હતું. ૩૧ દિકરીઓએ સામૈયા દ્વારા વાજતે ગાજતે સ્વાગત કર્યુ હતું. ગામના તમામ સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ આયોજનને સફળ બનાવવા લાલજીભાઈ ચોથાણી, આશિષભાઈ રામાણી, દિનેશભાઈ ટાઢાણી, હિતેશભાઈ વઘાસિયા, જગદીશભાઈ બોદર, ચિમનભાઈ બોદર, ભાલચંદ્ર જાની, જનકભાઈ, મંદિરના પૂજારી અશોકભાઈ તથા કૌશિકભાઈ વગેરે સાથે માધ્યમિક શાળા,પ્રાથમિક શાળા,આંગણવાડી, નવરાત્રી મંડળ,બજરંગ મંડળ,ધુનમંડળ જેવા તમામ ગૃપના સભ્યોએ સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

બહારગામથી આવેલા ભારતભાઈ જાની, સંજયભાઈ શેલીયા,અશ્વીનભાઈ લિંબાસીયા,ગોવિંદભાઈ ઝાપડા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી પત્રીકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અક્ષત કળશ રામધુન-ભજનો,હનુમાન ચાલિસા,રાસ-ગરબાની રમઝટ સાથે શિવમંદિર થી હનુમાન મંદિર અને ત્યાંથી રામજીમંદિરે પહોચાડવામા આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.