સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસ બારીની વ્યવસ્થા કરાશે, હાડકા વિભાગમાં ચોથો ક્ધસલ્ટ રૂમ બનશે - At This Time

સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસ બારીની વ્યવસ્થા કરાશે, હાડકા વિભાગમાં ચોથો ક્ધસલ્ટ રૂમ બનશે


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસ બારીની વ્યવસ્થા કરાશે અને સાથે હાડકા વિભાગમાં ચોથો ક્ધસલ્ટ રૂમ બનશે. સુપ્રિન્ટેનડેન્ટ ડો.આર. એસ. ત્રિવેદીની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન લાંબી લાઈનો જોવા મળતા તેમણે જરૂરી સૂચનો આપી નવા હુકમો કર્યા હતા. આ ઉપરાંત હેલ્પ ડેસ્કને ડિજિટલ બનાવાશે. ત્યાં પણ આભા કાર્ડ નીકળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. બહારથી દવા ન લખી આપવા સ્પષ્ટ સૂચના અપાઈ છે.
આજે ડો.ત્રિવેદી આશરે 12 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં વિઝીટ કરવા નીકળ્યા હતા. ટ્રોમા સેન્ટર, ઓપીડી બિલ્ડીંગ, ઇમરજન્સી વિભાગ સહિત જુદા જુદા વોર્ડમાં રાઉન્ડ લીધો હતો. તેમણે જણાવ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક આવેલ છે. જ્યાંથી દર્દીઓને ખૂબ જ મદદ મળી રહી છે.
આ કામગીરીની રાજ્ય સરકાર સુધી નોંધ લેવાઈ છે. ત્યારે આ સુવિધા વધુ સુલભ બને તે માટે હેલ્પ ડેસ્કને ડિજિટલાઈઝ કરાશે. અહીં કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો અપાશે. ઉપરાંત દર્દીને આભા કાર્ડ પણ અહીં નીકળશે. કેસ કઢાવવા લાઈનો હોય, ઇમરજન્સી વિભાગમાં એક કેસ બારી કાર્યરત છે ત્યાં બીજી બારી પણ શરૂ થશે. ઉપરાંત નવા બિલ્ડીંગમાં પણ એક કેસ બારી કાર્યરત થશે. ઉપરાંત કોમન ડિસપેચ સેન્ટર કાર્યરત કરાશે. જ્યાંથી તમામ દર્દીના રિપોર્ટ સહિતની હિસ્ટ્રીની પ્રિન્ટ નીકળશે અને ડેટા મેળવી શકાશે.
ડો.ત્રિવેદીએ જણાવ્યું કે, ઓપીડીમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવારનો લાભ મેળવે છે. જેથી અહીં ભીડ હોય છે. વિઝીટ દરમિયાન ધ્યાને આવ્યું કે, સવારે 8.30થી લઈ બપોરે 12 વાગ્યા સુધી 8થી 9 ડોકટરોએ 450થી વધુ દર્દીઓને તપાસી લીધા હતા અને દવા આપી હતી. ઓર્થો વિભાગમાં લાઈન જોવા મળતા માહિતી મેળવતા અહીં 3 ક્ધસલ્ટ રૂમ છે. જે વધારી 4 કરવા સૂચના આપી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.