રજનીશ ચૌહાણે પત્નીને ફોન કરી ઝેર ગટગટાવ્યું - At This Time

રજનીશ ચૌહાણે પત્નીને ફોન કરી ઝેર ગટગટાવ્યું


રજનીશ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.30)એ પત્નીને ફોન કરી ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે.
આ અંગે મળતી વિગત મુજબ રજનીશ રાજકોટના મોરબી રોડ પર આવેલ એક સિમેન્ટ-કોંક્રીટના પ્લાન્ટમાં મજુરી કરે છે. તેની પત્ની બે વર્ષથી મોરબી ખાતે માવતરે રીસામણે રહે છે. પત્ની છુટાછેડા ન આપતી હોવાથી ગઇકાલે સાંજે રજનીશ બેડી ચોકડી ખાતે હતો.
ત્યારે પત્નીને ફોન કર્યો હતો બંને વચ્ચે ફોન પર ઝઘડો થતા રજનીશે તેની પાસે રહેલી ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તત્કાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં તે સારવાર હેઠળ છે. પોલીસે તેનું નિવેદન લેવા તજવીજ કરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.