ભાવનગર રેલ્વે મંડળ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના હેઠળ સ્ટેશનો પર સ્ટોલ/ટ્રોલી સ્થાપવા માટે અરજીઓની માંગ - At This Time

ભાવનગર રેલ્વે મંડળ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના હેઠળ સ્ટેશનો પર સ્ટોલ/ટ્રોલી સ્થાપવા માટે અરજીઓની માંગ


ભાવનગર રેલ્વે મંડળ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના હેઠળ સ્ટેશનો પર સ્ટોલ/ટ્રોલી સ્થાપવા માટે અરજીઓની માંગ

આ યોજના હેઠળ ભાવનગર મંડળના તાલાલા, બોટાદ અને સોનગઢમાં સ્ટોલ અને ગાંધીગ્રામ સ્ટેશન પર ટ્રોલી સ્થાપવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.ઉપરોક્ત સ્ટેશનો માટે, આ સ્ટોલ/ટ્રોલી વિવિધ વિક્રેતાઓને પ્રાયોગિક ધોરણે મામૂલી ટોકન રકમ રૂ. 1000/-માં 15 દિવસ માટે આપવામાં આવશે.જે અંતર્ગત સ્થાનિક હસ્તકલા,સ્થાનિક ખાદ્યપદાર્થો,સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો, કાપડ અને હથકરઘા,સ્થાનિક રમકડાં,ચામડાની બનાવટો,પરંપરાગત ઉપકરણ,વસ્ત્રો વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરી શકાશે.વ્યક્તિગત કારીગરો/શિલ્પકારો અને સ્વ-સહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવે છે.તેઓ આ યોજનામાં ભાગ લઈ શકશે આ યોજનાનો લાભ મેળવવા માટે,ઉત્પાદકો,ડેવલપમેન્ટ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ,TRIFED નોંધણી,નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા સમાજના નબળા વર્ગના લોકો અરજી કરી શકે છે.આ વિષય પર વિશેષ માહિતી માટે,ડિવિઝનલ રેલ્વે મેનેજર,વાણિજ્ય વિભાગ,પ્રથમ માળ,ભાવનગર પરા ખાતે સોમવારથી શુક્રવાર સવારે 9.30 થી સાંજે 06.00 દરમિયાન મુલાકાત લો અથવા મોબાઇલ નંબર 9429216075 પર સંપર્ક કરી શકાશે.ઉપરોક્ત સ્ટેશનો પર રેલ્વે દ્વારા સ્ટોલ/ટ્રોલી આપવામાં આવશે. રસ ધરાવતા લોકો અન્ય સ્ટેશનો માટે પણ સંપર્ક કરી શકે છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.