વિછીંયા પો.સ્ટે. વિસ્તારના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.
વિછીંયા પો.સ્ટે. વિસ્તારના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.
એસ.ઓ.જી ને માહિતી અનુસાર વિનુભાઇ ઉર્ફે વિનાભાઇ મશરૂભાઇ ગ્રાંભડીયા રહે.નાનામાત્રા વાળો પોતાની કબ્જા ભોગવટાવાળી માલીકીની નાનામાત્રા ગામની ઉગમણી સીમમાં આવેલ વાડી(ખેતર)માં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ (ગાંજા) ના છોડનું વાવેતર કરેલ છે જે હકિકત આધારે રેઇડ કરતા આરોપી વિનુભાઇ ઉર્ફે વિનાભાઇ સ/ઓ મશરૂભાઇ ગ્રાંભડીયા રહે.નાના માત્રા વાળાની કબજા ભોગવટાવાળી વાડીમાંથી ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડના વાવેતરનો જથ્થો ૧૨૭ કિલોગ્રામ જેની કિ.રૂ.૧૨,૭૦,૦૦૦/- સાથે ઝડપી પાડી વિછીંયા પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ જેમાં કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા નાના મોટા છોડ નંગ-૩૬ જેનું નેટ વજન ૧૨૭ કિ.ગ્રા કિ.રૂ.૧૨,૭૦,૦૦૦/- ( ૨) મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ-૫,૦૦૦/- કુલ મુદ્દામાલ કિંમત રૂ-૧૨,૭૫,૦૦૦/- નો કબ્જે કર્યો હતો તેમજ આ કામગીરી કરનાર અધિકારી જસદણ સર્કલ પો.ઇન્સ. એચ.એન.રાઠોડ તથા એસ.ઓ.જી શાખાના I/C પો.ઇન્સ બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા હિતેશભાઇ અગ્રાવત તથા અમીતભાઇ કનેરીયા તથા ભગીરથસિંહ જાડેજા તથા વિજયભાઇ વેગડ તથા અરવિંદભાઇ દાફડા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી તથા કાળુભાઇ ધાધલ તથા અમીતદાન ગઢવી તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા સહિતના જવાનોએ કામગીરી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.