વડોદરા થી અયોધ્યા લઈ જવાતી અગરબત્તી લુણાવાડા‌ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

વડોદરા થી અયોધ્યા લઈ જવાતી અગરબત્તી લુણાવાડા‌ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરમાં આજરોજ વહેલી સવારે વડોદરા થી અયોધ્યા લઈ જવાતી 110
ફૂટ લાંબી અગરબત્તીનુ આગમન થતાં ભક્તજનોને ઢોલ નગારા તેમજ ડી.જે ના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.પ્રાપ્ત માહિતી મુજબ આયોધ્યામાં નિર્માણ થયેલા શ્રી રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બન્યું છે.જયશ્રી રામના નારા સાથે સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ છે.જેમાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. જેમાં વડોદરાના ભક્ત દ્વારા બનવવામાં આવેલી 108 ફૂટની અગરબત્તીએ આકર્ષણ જમાવ્યું છે. અગરબત્તી વડોદરાથી નીકળી હતી, જે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવી પહોંચતા લુણાવાડા નગરના શહેરીજનોએ ઢોલ-નગારા સહિત ડીજેના તાલે અગરબત્તીનુ સ્વાગત કર્યુ હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોએ અગરબત્તીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભકતોમા પણ અનેરો ખૂશીનો માહોલ જોવા મલ્યો હતો.

ભીખાભાઇ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.