એકવા બ્લુ બિલ્ડીંગના 11માં માળેથી પટકાયેલા શ્રમિકના મોત મામલે કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
150 ફુટ રોડ પર સનસાઈન સ્કૂલની પાછળ આવેલ એકવા બ્લુ બિલ્ડીંગના 11માં માળેથી પટકાયેલા શ્રમિકના મોત મામલે કોન્ટ્રાકટર સામે તાલુકા પોલીસ મથકમાં મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ.ક્રિપાલસિંહ ઝાલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાંધકામ કોન્ટ્રાકટર સુરેશ નરસી મણવરનું નામ આપી જણાવ્યું હતું. કે ગઈ તા.28/12ના 150 ફુટ રીંગ રોડ પર આવેલ સનસાઈન સ્કૂલની પાછળ એકવા બ્લુ નામની બાંધકામ સાઈટ પર સિકયુરીટીનું કામ કરતા લખમણભાઈ વેજપરાએ જણાવ્યું હતું કે ગઈ તા.28ના તેઓ નોકરી પર હતા
ત્યારે બી વીંગ પાસે દેકારો થતા તેઓ ત્યાં દોડી ગયા હતા. ત્યાં બપોરે પ્લાસ્ટરનું કામ કરતા શૈલેષભાઈ ગોવિંદભાઈ ચંદ્રપાલ 11માં માળની અગાસીના બહારના ભાગે પ્લાસ્ટર કામ કરતી વેળાએ જયાંથી તેઓ નીચે પટકાતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે ફરીયાદીએ જરૂરી કાર્યવાહી કરી તપાસ કરતા એકવા બ્લુ બિલ્ડીંગમાં રીનોવેશનનું કામ ચાલુ હોય ત્યારે ખુલ્લી જગ્યામાં કોઈપણ આડસ કે સેફટી નેટ તેમજ મજુરને સેફટીના સાધનો સાથે કામ કરાવવા માટે કોઈ જવાબદાર સુપરવાઈઝર રાખેલ ન હોય જેથી શૈલેષભાઈ ચંદ્રપાલ 11માં માળેથી કામ કરતી વેળાએ નીચે પટકાતા મોત નિપજયાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે આરોપી વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.