ગંજીવાડામાં એસએમસીનો દરોડો: લિસ્ટેડ બુટલેગરને દારૂની 143 બોટલ સાથે દબોચ્યો
થર્ટી ફર્સ્ટ પર રાજકોટ પોલીસે તો બુટલેગરો પર ઘોંસ બોલાવી હતી. તો તેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ કેમ પાછળ રહે તેમ ગંજીવાડામાં રહેતાં લિસ્ટેડ બુટલેગરના મકાનમાં દરોડો પાડી દારૂની 143 બોટલ સાથે દબોચી રૂ.55 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત અનુસાર, ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના એડીશનલ ડીજી નીરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની સતત કાર્યવાહીમાં એક્ટિવ છે. શનિવારે પીએસઆઈ એ.વી. પટેલની રાહબરીમાં એસએમસીનો સ્ટાફે રાજકોટમાં ગંજીવાડામાં રહેતાં બુટલેગરના હિતેશ ભગવાનજી મજેઠીયાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 143 બોટલ ઝડપી પાડી કુલ રૂ.55970 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની ધરપકડ કરી દારૂના સપ્લાયર અંગે પૂછપરછ હાથ ધરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે લાંબા સમય બાદ રાજકોટમાં પાડેલા દારોડાથી ખાસ થોરાળા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.