શહેરમાં હવે રોડ પર રખડતાં ઢોર કદાચ નહીં દેખાય, 8625 પશુ માલિકે રજિસ્ટ્રેશન કરાવ્યું
31મીએ રવિવાર હોવા છતાં પણ અરજીઓ સ્વીકારવા માટે કચેરી ખુલ્લી રખાઈ
હવે સ્થળ તપાસ કરીને મનપા માલિકીની જગ્યામાં પશુ હશે તો જ આપશે મંજૂરી
રાજકોટ શહેરમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ નવી ઢોર પકડ પોલિસી તૈયાર કરીને અમલી બનાવાઈ છે. જ્યારે ઢોર પકડ પોલિસી લાગુ કરાઈ ત્યારે જ 31 ડિસેમ્બર સુધીનો સમય અપાયો હતો. આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન જૂના દર મુજબ એટલે કે 200 રૂપિયા લઈને કરાશે અને ત્યારબાદ જો કોઇ ઢોર રજિસ્ટ્રેશન વગર ઘર પાસે બાંધેલા હશે તો તે પણ ઉઠાવી લેવાશે. જેને લઈને મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખામાં અરજીઓનો ઢગલો થવા લાગ્યો હતો. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં જ 300 અરજીઓ આવી ગઈ હતી. જેને લઈને 31મીએ રવિવાર હોવા છતાં કચેરી ખુલ્લી રાખીને અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.