24 કલાકમાં એક યુવક સહિત વધુ ચારના હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટફેઇલના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો
સપ્તાહમાં સરેરાશ 12થી 13 વ્યક્તિના હૃદયરોગને કારણે મૃત્યુ
રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અઠવાડિયે સરેરાશ 12થી 13 લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત વધુ ચારના હાર્ટફેઇલ થઇ ગયા હતા. રૈયાધારના બંધસીધર પાર્કમાં રહેતા રઘુભાઇ વિહાભાઇ શિયાળિયા (ઉ.વ.54) રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. રઘુભાઇ ચાર બહેન અને ચાર ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.