ઢસા ગામ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
ઢસા ગામ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી,દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પી.આઈ મેટલિયાના માગ્દર્શન અન્વયે ઢસામાં બેટી પઢાવો બેટી બચાવો કાર્યક્રમો યોજાયા હતા.ઢસા ખાતે કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,સ્વામિનારાયણ ગુરૂકુળ,કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ તેમજ વિવિધ હેલ્પલાઇન નંબર 100,112,181,1098,1930 વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.સાથોસાથ વિદ્યાર્થીઓને ટ્રાફીક સેફ્ટી વિશે તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર,ઘરેલું હિંસા,પોસ્કો,181 હેલ્પલાઇન સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શિત કરાયા હતા.કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં અધિકારીઓ,કર્મયોગીઓ,આચાર્ય,શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટ,સંજના મકવાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.