સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનનો મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ…….
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય,જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ.તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..
તે દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રુષ્ણસિંહ કાળુસિંહનાઓને જુના બજાર પાસે આવતા બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેને બદને સફેદ તથા કાળા રંગની અડધી બાયની ટીશર્ટ તથા કમરે વાદળી રંગનુ પેન્ટ પહેરેલ છે જે ઇસમ પાસે ચોરીનો મોબાઇલ ફોન છે..
જે હકીકત આધારે ઉપરોક્ત વર્ણન મુજબના ઇસમને પકડી તેનુ નામ ઠામ પુછતા આદમભાઈ મહમદભાઈ શેખ રહે.પાણપુર,તા.હિંમતનગર,જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતીમાથી એક સેમસંગ કંપનીનો ગ્રે કલરનો મોબાઈલ ફોન મળી આવેલ જેનો IMEI નંબર જોતા ૩૫૦૩૩૯૯૫૦૭૯૯૭૪૦ તથા ૩૫૭૫૫૮૩૩૦૭૯૯૭૪૯ નો મળી આવેલ જે મોબાઈલના આધાર પુરાવા બીલ માગતા કે મોબાઈલ ક્યાથી લાવેલ છે,તે બાબતે જીણવટભરી રીતે પુછપરછ કરતા પોતે બાર એક દીવસ અગાઉ હિંમતનગર બસ સ્ટેશન સામે ઇકો ગાડીમાથી ચોરી કરેલ હોવાનુ જણાવતા અત્રેના હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૩૧૦૦૬/૨૦૨૩ ઇપીકો.કલમ.૩૭૯ મુજબનો ગુન્હો નોધાયેલ હોય..
જેથી સદરી આરોપીને ગુન્હાના કામે અટક કરી મોબાઈલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ જેમાં સેમસંગ કંપનીનો GALAXY A14 મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ.૧૮,૦૦૦/-...,આ પ્રશસનીય કામગીરી કરનાર અધીકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રુષ્ણસિંહ કાળુસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશવંતસિંહ,ધરમવીરસિંહ દિલીપસિંહ.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.