સાબરકાંઠા જિલ્લામાં-: તા.૨૫/૧૨/૨૦૨૩ ના રોજ નાતાલનો તહેવાર તથા નવા વર્ષની ઉજવણી નીમીતે તા.૨૩/૧૨/૨૦૨૩ થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધી જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તેમજ અસામાજીક પ્રવૃતિને રોકવા આપેલ ડ્રાઇવ અનુસંધાને સાબરકાંઠા પોલીસ ધ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ૪૭૫ ઇસમો ઉપર પ્રોહિબીશનના કુલ ૪૫૫ કેસો કરી કુલ રૂ.૨૬,૪૧,૮૩૪/- નો મુદ્દામાલ કબ્જે કરતી સાબરકાંઠા પોલીસ……
સાબરકાંઠામાં-:
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા ગાંધીનગરનાઓએ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગનાઓએ નાતાલનો તહેવાર તથા નવા વર્ષની ઉજવણી નિમિતે તા.૨૩/૧૨/૨૦૨૩ થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધી જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તેમજ અસામાજીક પ્રવૃતિને રોકવા આપેલ ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાબરકાંઠાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનો તેમજ શાખાઓ ધ્વારા સાબરકાંઠા જીલ્લામાં તા.૩૦/૧૨/૨૦૨૩ સુધી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સાબરકાંઠા પોલીસ ધ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના તથા દેશી દારૂના મળી કુલ ૪૫૫ કેસો કરી કુલ ૪૭૫ ઇસમો ઉપર કાર્યવાહી કરી કુલ ૨૬,૪૧,૮૩૪/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ સદર ડ્રાઇવ દરમ્યાન જીલ્લામાં પ્રોહી કેફી પીણુ પી જાહેરમાં મળી આવેલ ઇસમો ઉપર તથા જાહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનાર ઇસમો ઉપર કુલ ૨૪૯ કેસો કરી તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ,જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર અંકુશ મેળવવા માટે સાબરકાંઠા જીલ્લા પોલીસ ધ્વારા ઉપર મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.