ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરી-2024 સુધી ચલાવવાનો નિર્ણય - At This Time

ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરી-2024 સુધી ચલાવવાનો નિર્ણય


ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરી-2024 સુધી ચલાવવાનો નિર્ણય

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવી રહી છે,જેનો સમયગાળો ડિસેમ્બર-2023 માટે નક્કી કરવામાં આવ્યો હતો.ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર,પશ્ચિમ રેલ્વેએ આ ટ્રેનની અવધિ 28 ફેબ્રુઆરી,2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.ટ્રેન નંબર 09208/09207 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 29 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે.તેવી જ રીતે,ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 01 માર્ચ 2024 સુધી ચાલશે.આ ટ્રેન ભાવનગર પરા,સોનગઢ,ધોળા,બોટાદ,સુરેન્દ્રનગર ગેટ,અમદાવાદ,નડિયાદ,વડોદરા,સુરત,વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહે છે.આ ટ્રેનમાં એસી 2 ટાયર,એસી 3 ટાયર,સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.