કોકાકોલાએ રાજકોટ કલેક્ટર તંત્ર પાસે 70 એકર જમીનની માગણી કરી
કોકાકોલા કંપનીએ રાજકોટ જિલ્લામાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ગત સપ્તાહે જાહેરાત કર્યા બાદ હવે કંપની દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર પાસે 70 એકર જેટલી જગ્યાની માગણી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા તેમને મેટોડા ખાતે 60 એકરની સરકારી ખરાબાની જમીન બતાવવામાં આવી છે જેનું નિરીક્ષણ કંપનીના અધિકારીઓ દ્વારા કરી લેવામાં આવ્યું છે અને કંપની દ્વારા ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરાશે તેમ જાણવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.